ભારતીય જૈન સંગઠન બીજેએસ મહિલા વિંગ ભુજ દ્વારા પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરાઇ

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતીય જૈન સંગઠન બીજેએસ મહિલા વિંગ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો વચ્ચે રહી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ.માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોએ હાથમાં તિરંગો લઇ તિરંગો લહેરાવ્યો હતો.

ગીતાબેન પારેખ, મનીષાબેન મહેતા, ડીમ્પલબેન ભનશાલી, નીશાબેન ખંડોલ, સોનુબેન કોઠારી, હીરાબેન શાહ, મયુરી દોશી, સોનુબેન મહેતા સહિતનાં સંગઠનનાં બહેનો આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોડાયા હતા.

આશ્રમનાં માનસિક દિવ્યાંગેએ દેશભક્તિનું ગીત રજુ કર્યું હતું. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે સૌને મીઠડો આવકાર આપ્યો. ભારતીય જૈન સંગઠન બીજેએસ લેડીઝ વિંગ ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજન જમાડવામાં આવેલ. સમગ્ર વ્યવસ્થા સેવાશ્રમનાં પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી, મનીષ મારાજે સંભાળી હતી.