૪૭૫ વિદ્યાર્થીઓએ માનવજ્યોત સંસ્થા ભુજમાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ મેળવી

ગુજરાતની વિવિધ વિદ્યાપીઠો, યુનિવર્સીટીઓ, શાળા, કોલેજોનાં તેમજ ભુજની કોલેજોના વિદ્યાર્થી ભાઈ-બહેનો સામાજિક કાર્યકરની ટ્રેનીંગ માનવજ્યોત સંસ્થા ભુજમાં રહીને મેળવે છે. તેઓને ૩૦ થી ૪૫ દિવસની ટ્રેનીંગ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં ૪૭૫ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રહી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ સામાજિક કાર્યકર તરીકેનો અનુભવ અને ટ્રેનીંગ મેળવી હતી અને કાઉન્સલીંગ પણ કર્યું હતું.

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનાં પ્રદ્યાપક ડો. વીપીનભાઈ મકવાણાની આગેવાની હેઠળ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનાં વિદ્યાર્થીઓએ પણ માનવજયોત સંસ્થા ભુજમાં રહી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની સમજ મેળવી હતી. ૪,૮,૧૫,૩૦,૪૫ દિવસની તથા ૧૨૦ કલાકની પણ ટ્રેનીંગ અપાય છે.

પાટણ-અમદાવાદ-ભુજ ના શાળા-કોલેજો-યુનિર્વસીટીઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો સામાજિક કાર્યકર (એમ.એસ.ડબલ્યુ) ની ટ્રેનીંગ કરવા સૌપ્રથમ ભુજની માનવજયોત સંસ્થાની પસંદગી કરે છે. અહીં રાજ્યભરમાંથી આવતાં કોલેજો યુનિર્વસીટીઓનાં વિદ્યાર્થી ભાઈ- બહેનોને માનવસેવા-જીવદયા-પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન જેવી ૪૯ પ્રવૃત્તિઓની ટ્રેનીંગ આપવામાં આવે છે. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેઓના હાથે માનસિક દિવ્યાંગોનું કાઉન્સલીંગ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને કચ્છની જુદી-જુદી સંસ્થાઓ, શાળાઓ, મંદિરો, ટ્રસ્ટો, હોસ્પીટલોની મુલાકાતે લઈ જવામાં આવે છે. રાજ્ય અને દેશભરમાં રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે લોકઉપયોગી સેવાઓ થાય તેવી ટ્રેનીંગ પૂરી પાડવામાં આવે છે. આ વિદ્યાર્થી ભાઈ-બહેનો અહીં માનવજયોત સંસ્થા ભુજમાં થતી પ્રવૃત્તિઓ આખા રાજ્યમાં પહોંચાડે છે. અને રાજ્યની સંસ્થાઓમાં સામાજિક કાર્યકર તરીકેની સર્વિસ મેળવી પોતાનાં જીવનનાં પ્રગતિનાં શિખરો સર કરે છે.

માનવજ્યોતના પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, રફીક બાવા તથા સામાજીક કાર્યકર રીતુબેન વર્મા, રાજ્યમાંથી આવતા આવા વિદ્યાર્થી ભાઈ-બહેનોને સામાજીક કાર્યકરની ટ્રેનીંગ પુરી પાડે છે. ટ્રેનીંગમાં આવતા વિદ્યાર્થી ભાઈ-બહેનોની રહેવા તથા ભોજનની દરેક વ્યવસ્થાઓ ભુજની માનવજયોત સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૪૭૫ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સામાજીક કાર્યકરની ટ્રેનીંગ માનવજ્યોત સંસ્થા ભુજમાંથી મેળવેલ છે. સામાજીક કાર્યકરની ટ્રેનીંગ પુરી થયે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓશ્રીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.