જીલ્લા પંચાયત અધ્યક્ષશ્રીએ માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી

કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ, સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી.

માનસિક દિવ્યાંગોએ દેશભક્તિનાં ગીતો રજુ કર્યા હતા. ઘર-પરિવારથી અને ગામ-શહેર- રાજ્યથી વિખુટા પડી ગયેલા માનસિક દિવ્યાંગ-ભાઇ-બહેનોનું પરિવાર સાથે કરાવાતું મિલન પ્રશંસનીય છે. આ પ્રવૃત્તિ અને સંસ્થાનું સેવાકીય કાર્ય સરાહનીય છે. તેવું કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજાએ જણાવ્યું હતું.

મુલાકાત સમયે કચ્છ જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુરષોત્તમભાઇ મારવાડા તથા ઇશ્ર્વરભાઇ મહેશ્ર્વરી સાથે રહ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ તેમનું સ્વાગત કરી આભાર માન્યો હતો.