શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ખુલ્લામાં પડ્યા પાથર્યા રહેતા લોકોને ઠંડી સામે રક્ષણ આપવાનું કાર્ય શરૂ કરાયું છે.
જ્યાં જ્યાં લોકો ખુલ્લામાં બેઠેલા નજરે ચડે ત્યાં ત્યાં તેમને જાકેટ પહેરાવી ધાબડો ઓઢાળવામાં આવે છે.
જરૂરતમંદ લોકોને ઠંડી સામે રક્ષણ મળે એવા ઉદેશ સાથે ધાબડા વિતરણ કાર્ય શરૂ કરી દેવાયું છે. જેમ-જેમ આ કાર્યમાં દાતાશ્રીઓનો સહયોગ મળશે તેમ-તેમ જરૂરતમંદ લોકો સુધી ધાબડા પહોંચાડવામાં આવશે. જે દાતાશ્રીઓને જરૂરતમંદ લોકો સુધી ધાબડા પહોંચાડવા હોય તેઓશ્રીને માનવજ્યોત સંસ્થા ભુજ મોબાઇલ નંબર 9925169876 નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

