જલારામ બાપાની ૨૨૬ મી જન્મજયંતિની સમગ્ર કચ્છમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. આ પ્રસંગે ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. વધી પડેલો મહાપ્રસાદ ભુજની માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતાં અઢી હજાર ગરીબોએ ખીચડી, કઢી, રોટલા, ગોળનું ભોજન ભરપેટ જમી અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા.
ભુજ લોહાણા મહાજનશ્રી દ્વારા તથા ભુજ રવાણી ફળીયા જલારામ મંદિર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ-પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગો, એકલા અટુલા નિરાધાર વૃદ્ધો તથા રંક બાળકોને ખીચડી,કઢી, બુંદીનું ભોજન પ્રસાદ આપવામાં આવેલ.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, અક્ષય મોતા, પ્રતાપ ઠક્કર, રાજુ જોગી, રસીક જોગી, શ્રવણ ડાભી, હિતેશ ગોસ્વામીએ સંભાળી હતી.

