શ્રી કચ્છી દશા શ્રીમાળી જૈન મહિલા મંડળ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબંધન કરી તેઓ જલ્દી સ્વસ્થ બની પોતાનાં ઘર સુધી પહોંચે, પરિવારજનો સાથે તેઓનું ફેર મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી કચ્છી દશા શ્રીમાળી જૈન મહિલા મંડળ ભુજનાં પ્રમુખ કોકિલાબેન મહેતા, ઉપપ્રમુખ રક્ષાબેન કોઠારી, મંત્રી મનીષા મહેતા, ખજાનચી દિપ્તીબેન શાહ, કારોબારી સભ્યો રીમાબેન શાહ, ઝંખનાબેન મહેતા, હેતલબેન મહેતાએ માનસિક દિવ્યાંગોને કાંડે રક્ષાબંધન કર્યું હતું.
માનસિક દિવ્યાંગોએ ગીત-સંગીતની સુમધુર રમઝટ બોલાવી હતી. માનવજ્યોત વતી પ્રબોધ મુનવરે મંડળનો આભાર માન્યો હતો.

