20મી માર્ચ… વિશ્ર્વ ચકલી દિવસ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વચકલી દિવસ નિમિત્તે શહેરનાં વિવિધ વિસ્તારોમાં કુંડા-ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

છેલ્લા 21 વર્ષથી માનવજ્યોત દ્વારા ચકલી બચાવો અભિયાન ચાલુ છે. લોકોમાં જાગૃતિ આવી છે. લોકો જીવદયાનાં આ કાર્યમાં સામેથી જોડાયા છે. ચકલી-કુંડા અભિયાનને સફળતા મળી છે. લુપ્ત થતી ચકલીઓ હવે જુથમાં દેખાઇ રહી છે.

ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે અને ચકલીઓને રહેવા માટીનું રૂપકડુ ચકલીઘર મળે એ માટે દરેક પરિવારો પોતાના ઘરે એક ચકલીઘર એક કુડુ અવશ્ય રાખે તેવી માનવજ્યોત સંસ્થા દ્વારા જીવદયા પ્રેમીઓને અપીલ કરવામાં આવી છે.