દીલ્હીનાં દિવ્યાંગ યુવાનને ઘર-પરિવાર શોધી અપાયા માતા-પુત્રનું છ વર્ષે થયું મિલન

દીલ્હીનો યુવાન ધર્મેન્દ્ર ઉ.વ. 26 તે અચાનક ગુમ થયો હતો. પગથી દિવ્યાંગ પણ શિક્ષત યુવાન અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો. આખરે તે રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યો હતો. તુફાન વાહન ચાલક રફીકભાઇ નોડે
ને તે રેલ્વે સ્ટેશન બહારથી મળતાં તેને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડ્યો હતો. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય આપવામાં આવ્યો હતો. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ દીલ્હી
પોલીસનો સંપર્ક કરી તેનાં ઘર-પરિવાર શોધી કાઢ્યા. છ વર્ષથી ગુમ યુવાનનું માત્ર 3 દિવસમાં ઘર શોધી કઢાયું. તેની માતા અને તેનાં સાસુ દીલ્હીથી ભુજ આવી પહોંચ્યા હતા. તેમનાં જણાવ્યા મુજબ ધર્મેન્દ્ર ને દીકરી છે.
જે પપા ઘરે આવવાની રાહ જોઇ બેઠી છે.

માતા-પુત્ર અને સાસુ-જમાઇનું છ વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. માતા ચોધાર આંસુએ રડી પડી હતી. પરિવારજનોએ માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો. પોતાનાં વ્હાલસોયો દિકરો મળી આવતાં
માતાએ પરિવારજનોને ખુશીનાં ફોન કર્યા હતા.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, દીપેશ શાહ, પંકજ કુરુવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા.