ભુજ શહેરનાં રેલ્વે સ્ટેશન માર્ગે આવેલ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત ભગવતી વિદ્યામંદિર શાળાનાં બાળશ્રમયોગીઓને લંડન સ્થિત દાતાશ્રી દ્વારા નવા ડ્રેસ અર્પણ કરાતાં બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી. નારાણપરનાં શ્રી ગોવિંદભાઇ ભુડિયા તથા અમૃતબેન ભુડિયાનાં વરદ્ હસ્તે આ નવા ડ્રેસ અર્પણ કરાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા શાળાનાં શિક્ષીકા બિંદીયાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. દાતાશ્રી દ્વારા બાળકોને મીઠાઇ પણ અર્પણ કરવામાં આવેલ.

