સ્વ. શ્રી તારાચંદભાઈ છેડાની બીજી પુણ્યતિથિ ઉજવાઈ

માનવસેવા અને જીવદયાનાં ભેખધારી, પૂર્વ રાજ્યમંત્રી, પૂર્વ ધારાસભ્ય, સર્વ સેવા સંઘ અને કવિઓ મહાજનશ્રી ભુજના પૂર્વ અધ્યક્ષ, માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શક સ્વ. તારાચંદભાઈ જગશી છેડાની બીજી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને માતૃશ્રી લક્ષ્મીબેન જગશીભાઇ છેડા પરિવાર કાંડાગરા- ભુજ તરફથી મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ.

સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, મનસુખભાઇ નાગડા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષીએ તેઓની સેવાઓને બિરદાવી અંજલિ આપી હતી.