માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા એક સદ્ ગૃહસ્થ દાતાશ્રી પરિવારનાં સહયોગથી હરતા-ફરતા છાશ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો.
ભીડ ગેટ વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક-જીરા-બરફવાળી સ્વાદિષ્ટ છાશ પીવડાવવામાં આવશે. દરરોજ ૩૦૦ લીટર છાશ હરતા-ફરતા વાહનથી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પહોંચશે. જેથી જરૂરતમંદોની આંતરડી ઠરશે. પ્રથમ મહિને જય સ્વામિનારાયણનાં નામે એક સદ્ ગૃહસ્થ, બીજા મહિને જયશ્રીકૃષ્ણનાં નામે એક સદ્ ગૃહસ્થ, તેમજ ત્રીજા મહિને જય જલારામ બાપાનાં નામે એક સદ્ ગૃહસ્થનાં સહયોગથી આ છાશ કેન્દ્ર ચાલશે.
રવજીભાઇ હાલાઇ, શીવજીભાઇ પિંડોરીયા, લાલજીભાઇ હાલાઇ, માવજીભાઇ પિંડોરીયાએ હરતા-ફરતા છાશ કેન્દ્ર વાહનને સ્ટાર્ટ આપ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન સુરેશભાઇ માહેશ્ર્વરીએ કરેલ. વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મનસુખભાઇ નાગડા, દિપેશ શાહ, રફીક બાવા, નિતિન ઠક્કર, પ્રતાપ ઠક્કરે સહયોગ આપ્યો હતો.

