અબડાસા મોટી પંચતીર્થીનાં કોઠારા તીર્થે મુખ્ય જિનાલય પરિસરમાં એક નાનું સુંદર 500 વર્ષ પ્રાચીન સોહામણું જિનાલય છે. જે જિનાલયમાં સંપ્રતિકાલીન 2300 વર્ષ પ્રાચીન શ્રી શાંતિનાથપ્રભુજી બિરાજમાન છે. જૂના શાંતિનાથ તરીકે ઓળખાતા આ જિનાલયે રાત્રે 8 વાગ્યા પછી આરતી સમયે મોરલો દાદાનાં દરબાર અંદર પહોંચ્યો
હતો.
મોટા ભાગે ડુંગરો, મંદિરોનાં શિખરો, ઉંચા ટાવરો તથા ઉંચા મકાનો ઉપર પોતાનાં સુરક્ષિત સ્થાને બેસતો મોર કોઠારાનાં જૂનાં શાંતિનાથ જિનાલયે રાત્રે આઠ વાગે આરતી સમયે ભંડારા ઉપર બેસી દાદાનાં દર્શન કર્યા હતા. મોર પક્ષી રાત્રિનાં ભાગે ઉંચાઇ વાળી જગ્યાએ જોવા મળે, પણ અહીં મોરલો રાત્રિનાં ભાગ્યે શાંતિનાથ ભુજીનાં મંદિરમાં પ્રવેશી દાદાની સામે સ્થાન જમાવી, આરતી ઉતરી ત્યાં સુધી દાદાની સામે જોતો બેઠો રહ્યો હતો. ઉપસ્થિત ભાવિકોએ આ ક્ષણ ને વધાવી હતી. અને મોર પક્ષીને રાત્રિ સમયે જિન મંદિરમાં પ્રભુજી સામે બેઠેલો જોઇ ચમત્કારીક ઘટનાને મોબાઇલ ફોન કેમેરામાં ઝડપી હતી. અને ભાવિકો પણ ભાવવિભોર બન્યા હતા.

