ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના 224 છાત્રોએ ભુજમાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ મેળવી

ગુજરાતની જુદી-જુદી યુનિવર્સિટીઓ-કોલેજો-ગુજરાત વિદ્યાપીઠનાં છાત્રો સામાજિક કાર્યકરની ટ્રેનીંગ માટે ભુજની માનવજ્યોત સંસ્થાની પ્રથમ પસંદગી કરતા હોય છે. 30 દિવસની ટ્રેનીંગ દરમ્યાન સંસ્થા દ્વારા 49 જેટલી ચાલી રહેલી પ્રવૃત્તિઓ તથા કાઉન્સલીંગ અને વિવિધ સેવાકાર્યોની સમજ પૂરી પાડવામાં આવેલ.

ટ્રેનીંગનાં અંતે ગુજરાત વિદ્યાપીઠનાં ત્રણ છાત્રોને રવજીભાઇ કરશનભાઇ હાલાઇ, શીવજીભાઇ પિંડોરીયા, લાલજીભાઇ હાલાઇ તથા માવજીભાઇ પિંડોરીયાનાં વરદ્ હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજમાં અત્યાર સુધીમાં રાજ્યના 224 વિદ્યાર્થી ભાઇ-બહેનોએ સામાજીક કાર્યકરની ટ્રેનીંગ મેળવી છે. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભારવિધિ સહદેવસિંહ જાડેજાએ કરેલ.

આ પ્રસંગે સંસ્થાનાં સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા,આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, દિપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર, મનસુખભાઇ નાગડા, પ્રવિણ ભદ્રા, રીતુબેન વર્મા સહિતનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.