શ્રી ભાનુશાલી મહાજન માધાપરની ટીમે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને ખાવા,પહેરવા, ઓઢવાની વસ્તુઓ અર્પણ કરી વિવિધ પ્રકારે સેવાઓ કરી હતી.
પ્રમુખ વિનેશભાઇ ફુલીયા, ઉપપ્રમુખો રામજીભાઈ ભદ્રા, નીતીનભાઈ ગજરા, ખજાનચી દીનેશભાઈ ગજરા તથા સર્વે કાર્યકર ભાઇ-બહેનોએ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને વિવિધ વસ્તુઓ અર્પણ કરી હતી.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોનીએ શ્રી ભાનુશાલી મહાજન માધાપરનો આભાર માન્યો હતો.

