ઠંડીમાં ઠુંઠવાતા માનસિક દિવ્યાંગોને આશ્રય અપાયો

ભુજ અને ભુજ વિસ્તારમાં રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય અપાયું છે.

ભુજ રાજેન્દ્ર પાર્ક નજીકથી મળી આવેલા ઠંડીમાં ઠુંઠવાતા માનસિક દિવ્યાંગને આશ્રમ સ્થળે લઇ જવામાં આવ્યો હતો. કચ્છભરમાંથી આશ્રમ સ્થળે ૩૩માનસિક દિવ્યાંગોને આશ્રય અપાયો છે. તેમનાં રહેવા જમવાની વ્યવસ્થા માનવજ્યોત સંસ્થાએ કરી છે.

સંસ્થાનાં પ્રબોધ મુનવર, ૨મેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, મધુભાઇ ત્રિપાઠી, રફીક બાવા વ્યવસ્થા સંભાળી રહ્યા છે.