નીલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય કરાયું

નીલમ ચેરીટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવાયું હતું.

સંસ્થાનાં કુલસુમબેન સમા, નુરજહાંબેન સુમરા, ખતીજાબેન સમા સહિત મંડળનાં બહેનો તથા સમાજનાં યુવા અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા.

અહીં કોમી-એકતા અને ભાઇચારા સાથે દરેક સમાજનાં ભાઈ-બહેનો આશ્રમ સ્થળે પધારી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવતા રહે છે. જેથી માનસિક દિવ્યાંગો પણ ખુશી અનુભવતા રહે છે.

પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, કરશનભાઇ ભાનુશાલી, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, મધુભાઇ ત્રિપાઠી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.