મકરસંક્રાંતિ પર્વ પૂર્વે બાળકોને પતંગ-ફીરકી-શેરડી-બોર-લાડુ વિતરણ કરાયા

મકરસંક્રાંતિ પર્વ પૂર્વે રોટરી કલબ ફલેમિગો ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત કોલીવાસ મધ્યે આવેલ ભગવતી વિદ્યાધામનાં બાળકશ્રમયોગીઓ અને રંક બાળકોને પતંગ-ફીરકી-શેરડી-બોર-લાડુ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે રોટરી ફલેમીંગો પ્રમુખ વિનોદભાઇ ચૌહાણ, મંત્રી જયંતિલાલ વાઘેલા, પ્રતાપભાઇ આશર, વિનાયક માંડલીયા, મિલીન્દભાઇ વૈદ્ય, જ્યોતિભાઇ ધોળકિયા, તૃપ્તીબેન ઠક્કર, કમલાબેન ઠક્કર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોટરી ફલેમીંગો પ્રમુખ વિનોદભાઇ ચૌહાણે બાળકોને અભ્યાસમાં ખૂબ જ આગળ વધી ટોચનાં શિખરો સર કરવા શીખ આપી હતી. બાળકોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી.

માનવજ્યોતના પ્રબોધ મુનવર, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મધુભાઇ ત્રિપાઠી, આનંદ રાયસોની તથા શિક્ષીકા બિંદીયાબેન પંડ્યાએ વ્યવસ્થા સંભાળી હતી.