માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ચાલી રહેલ માનસિક દિવ્યાંગો સાથેની નવરાત્રી મહોત્સવમાં ભુજનાં વિવિધ મહિલા મંડળો સહકાર આપી રહ્યા છે.
ડાયમંડ મહિલા મંડળ-ભુજ, પરજીયા બ્રહ્મ સમાજ મહિલા મંડળ-ભુજ, મિલે સૂર હમારા કરાઓકે સિંગિગ સ્ટાર ગ્રુપ- ભુજ, શ્રી શક્તિ નિશાન મંગલમ મંડળ-કુકમા, આશાપુરા મહિલા મંડળ હંગામી આવાસ, છઠ્ઠીબારી મહિલા મંડળ ભુજ, રઘુવંશી મહિલા મંડળ-ભુજ, સખી સહેલી સ્વ સહાય જુથ જન જાગૃતિ કેન્દ્રનાં બહેનો આશ્રમ સ્થળે પાલારા મધ્યે પધારી માનસિક દિવ્યાંગોને રાસ-ગરબામાં જોડ્યા હતા. જેથી માનસિક દિવ્યાંગોએ ખુશી અનુભવી હતી અને નાચી ઝુમી ઉઠયા હતા.
પૂજાબેન અયાચી, રાખીબેન અંજારિયા, પુષ્પાબેન વૈદ્ય, ભાનુબેન પટેલ, માલાબેન જોષી, રોશનીબેન નાથાણી, નર્મદાબેન ગામોટ, ભાવનાબેન વણકર, વિજ્યાબા જાડેજા,અનીતાબેન ઠાકુર તથા જુદા-જુદા મંડળનાં બહેનોએ રાસ ગરબાની રમઝટ જમાવી હતી. દરેક મહિલા મંડળોએ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.
પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, પંકજ કુરૂવા, રીતુબેન વર્મા,દિલીપ લોડાયા, વાલજી કોલી, જયેશ લાલન, કનૈયાલાલ અબોટી તથા સર્વે કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.

