માધાપર ઉપસરપંચે જન્મદિનની કરી અનોખી ઉજવણી

માધાપર નવાવાસ ઉપસરપંચ શ્રી અરજણભાઇ દેવજી ભુડીયાએ પોતાનાં જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો વચ્ચે જન્મદિન ઉજવ્યો હતો. માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનાં ભાવતાં ભોજનીયા તેઓશ્રી દ્વારા જમાડવામાં આવેલ અને સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ. આશ્રમના માનસિક દિવ્યાંગે તેઓને મીઠું મોઢું કરાવેલ.

માનવજ્યોત સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોનીએ તેઓનું સન્માન કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓશ્રી દ્વારા સંસ્થાને ૨૧ હજારનું અનુદાન આપવામાં આવેલ.