માનવજ્યોત સંસ્થા ભુજને એક સગૃહસ્થ દાતાશ્રી હસ્તે નવચેતન ભગવાન મહાવીર માનવકલ્યાણ કેન્દ્ર રૂ. ૨૫૦૦૦ નું અનુદાન અપાયું હતું. ભુજ અને કચ્છભરમાં માનવજ્યોત સંસ્થા દ્વારા ૪૯ જેટલી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રસંગે વી.જી.મહેતા, હિરેન દોશી, નવિનભાઇ પુજ, ચિંતનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ભુજ તરફથી સંસ્થા દ્વારા શ્રી પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ અનુદાન સ્વીકારી દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.

