માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી ભુજમાં એકલા-અટુલા -નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડીલોનાં ઘર સુધી પહોંચી જઇ ટીફીન દ્વારા ભોજન પહોંચાડાય છે. વૃદ્ધ વડીલો ઘેર બેઠા ભોજન જમી રહ્યા છે.
આ કાર્યની શરૂઆત ભુજનાં કબીર મંદિર સ્થળેથી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર તથા મહાવીર-કબીર-સાંઇ સત્સંગ મંડળનાં સહયોગથી કરવામાં આવેલ.
૭૦ ની વટ વટાવી ચૂકેલા, ઘરે એકલા છે, ઘરથી બહાર નથી નીકળી શકતા તેવા વૃદ્ધ વડીલોનાં ઘર સુધી ભુજની માનવજ્યોત સંસ્થા પહોંચે છે. અને ટીફીન તેમના ઘર સુધી પહોચાડે છે. માનવજ્યોતનું વાહન સવારે ૯ થી ૧ આવા વૃદ્ધ વડીલોનાં ઘર સુધી જઇ ટીફીન દ્વારા ભોજન પહોંચાડે છે.
પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, દીપેશ શાહ, કરશન ભાનુશાલી તથા સર્વે કાર્યકરો વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

