માધાપરમાં ભાગવત કથા પ્રસંગે કૃષ્ણજન્મ નિમિત્તે ભુજમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ તથા વ્યસન મુક્તિ અભિયાનનું કાર્ય કરતી માનવજ્યોત સંસ્થાને દાતા શ્રી સ્વ. રવજી શામજી વાગડીયા પરિવાર હસ્તે હીરજી રવજી વાગડીયા માધાપર દ્વારા રૂા. ૩૦ હજાર તથા સ્વ. રત્નાભાઇ રવજી વાગડીયા માધાપર હસ્તે ભાનુબેન રત્ના વાગડીયા રૂા. ૧૦ હજારનું અનુદાન આપવામાં આવેલ. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.

