માનવજ્યોત દ્વારા મકરસંક્રાંતિપર્વની માનવસેવા,જીવદયા કાર્યો સાથે ઉજવણી કરાઇ ૩૦૦ કિલો વધી પડેલું ઉધિયું એકઠું કરી ગરીબોને પીરસાયું સંસ્થાને દાતાશ્રીઓએ આપ્યું અનુદાન

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની માનવસેવા, જીવદયાનાં કાર્યો સાથે ઉજવણી કરવામાં આવેલ. વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફરસાણ સાથે ભોજન કરાવવામાં આવેલ. ૧૧૪ વૃદ્ધોને ઘેરબેઠા ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવેલ. શ્રમજીવીકો,બાળશ્રમયોગીઓ, રંક બાળકો તેમજ ભૂંગા-ઝુંપડામાં રહેતા જરૂરતમંદોને ભોજન જમાડવામાં આવેલ.

ગાયમાતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ આપી જીવદયાનાં કાર્યો વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી કરવામાં આવેલ.

ઉધિયું વધી પડ્યાનાં માનવજ્યોતને ૨૧ ફોન આવેલા. જુદા-જુદા વિવિધ કાર્યક્રમોમાંથી વધી પડેલું ૩૦૦ કિલોથી વધુ ઉધિયું એકઠું કરી ગરીબોનાં ઝુંપડા-ભૂંગાઓમાં વિતરણ કરવામાં આવતાં અનેક ગરીબોએ ઉધિયાનો સ્વાદ માણી મકરસંક્રાંતિપર્વ મનાવ્યો હતો.

દાતા શ્રી માધાપર સત્સંગ મંડળ યુ.કે. બ્રાન્ચ હ. ખીમજીભાઇ હીરાલાલભાઇ વાઘજીયાણી-માધાપર દ્વારા માનવજ્યોતને રૂા. ૫૧ હજારનો ચેક અપાયો હતો. તેમજ લાલજીભાઇ શીવજી વેલાણી પરિવાર દ્વારા સંસ્થાને ૭૦ હજારનું રાશન આપવામાં આવેલ.

સમગ્ર વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, દિપેશ ભાટીયા, જયેશ લોડાયા, ઇરફાન લાખા, રાજુ જોગી, સલીમ લોટા, રાજેશ જોગી, વાલજી કોલી, રસીક જોગી, વિક્રમ રાઠોડે સંભાળી હતી.