કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરજીભાઇઓની મદદ લઇ મોટી સંખ્યામાં માસ્ક બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ભુજનાં સેવાભાવી દરજી પ્રવિણભાઇ લક્ષ્મીદાસ મોઢ આ કાર્ય માટે સેવા આપી રહ્યા છે. અગાઉ પણ તેમણે માનવજ્યોત સંસ્થાને હજારોની સંખ્યામાં માસ્ક તૈયાર કરીને આપ્યા હતા. કાપડનાં ટકાઉ અને સારા માસ્ક માનવજયોત સંસ્થા જુદા-જુદા વિસ્તારોમાં જઇ નિઃશુલ્ક વિતરણ કરે છે. મહામારી સંકટમાં દરજી ભાઇઓ પણ પોતાની અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે.

