ભુજનાં ભીડબજાર વિસ્તારમાંથી એક સ્માર્ટ મહિલા તેનાં ૧ મહિનાનાં બાળક સાથે મળી આવી હતી. રડી રહેલી મહિલાને જોઇ જૂની ભીડ બજારનાં બીડીનાં વેપારી સંદિપભાઇ ઠક્કરે માનવજ્યોતને જાણ કરતાં સંસ્થાનાં પ્રબોધ મુનવર, રફીક બાવાએ માનવજ્યોત કાર્યાલયે તેને લઇ આવી ભોજન કરાવી ૧૮૧ મહિલા હેલ્પલાઇનને જાણ કરતાં તેઓએ કાઉન્સીલીંગ કર્યું હતું. માનવજ્યોત તથા ૧૮૧ હેલ્પલાઇન મહિલાને મદદરૂપ બની હતી.

