માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. રંક બાળકો તથા શ્રમજીવીકોને ભોજન કરાવાશે.
સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટનિયમિત નાખી કિડીયારો પણ પૂરવામાં આવે છે.
શ્રાદ્ધ પ્રસંગે આવા પુણ્યનાં કાર્યો કરવા ઇચ્છુક દાતાશ્રીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ ફોનઃ ૨૨૪૦૦૦ અથવા મો. ૯૯૧૩૦૨૯૮૦૦ પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

