Activities, News/Events
શ્રી રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે સ્વામિનારાયણ મહિલા સભા યોજાઇ
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મહિલા સત્સંગ સભા યોજાઇ હતી. લતાબેન ઝાલા, ભાવિકાબેન ઝાલા, ભાવનાબેન ભુસા, ભગવતીબેન તથા જયશ્રીબેન ઝાલાએ ધર્મ પ્રવચનો આપતાં પવિત્ર શ્રાવણ માસનો મહિમા સમજાવ્યો હતો. ૪૦બહેનોએ ભાગ લીધો હતો.
ભજન,કિર્તનનાં રંગે રંગાઇ સૌ બહેનો-રાસ-ગરબાથી નાચી ઝુમી ભક્તિમાં તરબોડ બન્યા હતા. સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ બહેનો પણ સભામાં જોડાયા હતા.
સભાનું સંચાલન કલ્પનાંબેન ચોથાણીએ જયારે આભાર દર્શન કપીલાબેન જેઠવાએ કરેલ. વ્યવસ્થામાં શીતલ ચંદન, જાગૃતિ ચાવડા, પ્રિતિજરાદી, વાસંતી સોની, જાગૃતિ ચુડાસમાએ સહકાર આપ્યો હતો. માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ આભાર માન્યો હતો.

