કામનાથ મહાદેવ મંદિરે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

ભુજનાં કામનાથ મહાદેવ મંદિરે માનવજ્યોત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઇ સચદે, કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી કિરીટભાઇ સોમપુરા, વિશ્વ હિન્દુ પરિષદનાં બલવંતસિંહ વાઘેલા, સુરેશભાઇ માહેશ્વરી, રમેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કરની ઉપસ્થિતિમાં વૃક્ષોનાં રોપા, તુલસીરોપા, ચકલીઘર, કુંડા તથા કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ.

ઉપસ્થિત આગેવાનોએ પર્યાવરણની જાળવણી અંગે સુંદર સમજ પૂરી પાડી હતી. મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા, કાંતિસેન શ્રોફની પર્યાવરણ પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવેલ.

કાર્યક્રમનું સંચાલન શ્રી શંભુભાઇ જોષીએ જયારે આભાર વિધિ પ્રબોધ મુનવરે કરેલ. વ્યવસ્થામાં મંદિરનાં પુજારી સુહાગભાઇ જોષી તથા સુરેખાબેન જોષીએ સહકાર આપ્યો હતો.