કોરોના સામેની લડત નિદાન કેમ્પો દ્વારા લોકોની સારવાર

કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી એક નિદાન કેમ્પ જેષ્ઠાનગર ભુજ મધ્યે યોજાયો હતો. પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની, વિરાંગના સ્પેશીયલ સ્કોર્ડનાં જાંબાજ મહિલાઓએ આ નિદાન કેમ્પને ખુલ્લુ મુકાયું હતું. ડો. પ્રતિક્ષાબેન પવારે પોતાની સેવાઓ આપી હતી. ૯૨ દર્દીઓનાં દર્દનું નિદાન કરી દવાઓ નિઃશુલ્ક અપાઈ હતી. 

રોગ પ્રતિકાર શક્તિ વધારવા ૩૦૨ દર્દીઓને હોમિયોપેથીક જયારે ૧૦૬ લોકોને શમશનીવટી આયુર્વેદીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. 

વ્યવસ્થામાં સખી સહેલી સ્વ સહાય જુથ જન જાગૃતિ કેન્દ્રનાં અનીતાબેન ઠાકુર, ફેમીનાબેન, ગાયત્રીબેન બારોટ, અનસોયાબા જોટંગીયા, ઉષાબેન જોટંગીયા, પારૂલબેન ગોર, ઈલાબેન વૈષ્ણવ તથા આરતી જોષીએ સહકાર આપ્યો હતો.