પાલારા ખાસ જેલના કેદી ભાઈ-બહેનોના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ કાર્ય કરનાર માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરને પાલારા ખાસ જેલ દ્વારા જેલ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ એ. રાવના વરદ હસ્તે સન્માનપત્ર અર્પણ કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
પાલારા ખાસ જેલના કેદી ભાઈ-બહેનોને કોરોના કાળ દરમ્યાન જીલ્લા આયુર્વેદ શાખાનાં સહકારથી આયુર્વેદીક ઉકાળો વિતરણ, હોમીયોપેથીક ગોળીઓ વિતરણ તથા માનવજ્યોત દ્વારા માસ્ક વિતરણ, ધાબળા વિતરણ જેવી પ્રવૃત્તિઓમાં મદદરૂપ બન્યા છે. તેમજ દાતાશ્રીઓનાં સહકારથી પાલારા જેલને પાણીનો બોર, આર.ઓ. પ્લાન્ટ, ગૌશાળા, કોમ્પ્યુટર સેટ, સિવણ મશીન, લાઉડ સ્પીકર સેટ, ગોમૂત્રમાંથી ફિનાઈલ બનાવવાનું મશીન અપાવવામાં મદદરૂપ બન્યા છે.
પાલારા ખાસ જેલના કેદી ભાઈ-બહેનો માટે ધાર્મિક,સામાજીક, રાષ્ટ્રીય કાર્યક્રમો, સંતશ્રીઓનાં પ્રવચનો, કોમી એકતા અનુરૂપ કાર્યક્રમો યોજી કેદીભાઈ-બહેનોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડયુ છે.
આ પ્રસંગે સિવિલ સર્જન કશ્યપભાઈ બુચ, ભાડાના પૂર્વ ચેરમેન કીરીટભાઈ સોમપુરા, આર.એસ.એસ. ના કચ્છ વિભાગના સંઘ સંચાલક નવિનભાઈ વ્યાસ, ઝીકડીના સરપંચ વાલાભાઇ આહિર, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

