માનવજ્યોત દ્વારા જરૂરતમંદ ૪૦૦ લોકોને ગરમધાબડા અપાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ૪૦૦ જરૂરતમંદ લોકોને તેમનાં ભૂંગા-ઝુંપડાઓ સુધી જઈ ઠંડી સામે રક્ષણ આપવા ગરમધાબડા અર્પણ કરાયા હતા. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, રફીક બાવાએ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.