રિન્યુપાવર કાું દ્વારા ધાબડા વિતરણ કરાયા

રિન્યુપાવર કાું. દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં ૩૫ માનસિક દિવ્યાંગોને ઓઢવા-પાથરવા ૭૦ ગરમધાબડાઓનું વિતરણ કાું. ના શ્રી રામગીરી, વિજયપ્રસાદ, નિતીન ગોહિલ, સુબોધ લસકરીનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ. કચ્છમાં આવેલ આ કાું. એ ગત વર્ષે ત્રણ હજાર જયારે ચાલુ વર્ષે કચ્છમાં છ હજાર ગરમધાબડાનું વિતરણ કરેલ છે. આ ધાબડા કચ્છનાં વિવિધ ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. માનવસેવાનું કાર્ય કાું. દ્વારા કરાયું છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર માન્યો હતો.