સંસ્થાને સ્વર્ગારોહણ સીડી અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી બિનવારસ લાસોની અંતિમક્રિયાનું કાર્ય પણ કરવામાં આવે છે. જેનું કોઈ નથી અને તેનું અવસાન થાય, અથવાતો એકલા-અટુલા-નિરાધાર વ્યક્તિ જેનું આગળ-પાછળ કોઈ નથી, તેમજ રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા વ્યક્તિનું અવસાન થાય, છેલ્લે કોઈ ઓળખવિધિન થાય તેવી બિનવારસ લાસોની અંતિમવિધિનું કાર્ય ખૂબ જ કઠીન છે, ત્યારે માનવજ્યોત સંસ્થાનાં કાર્યકરો આવી બિનવારસ લાસોને ખભે ઉંચકી તેમને અમરધામપહોંચાડી શાસ્ત્રોક્તવિધિ સાથે તેમની અંતિમસંસ્કાર વિધિ કરે છે.

આ કાર્ય માટે સંસ્થાને સ્વર્ગારોહણ લોખંડના પાઈપની સીડીની જરૂરત હતી. આ કાર્ય માટે માધાપરનાં ગોકુલધામમાં રહેતા નર્મદાબેન મનજી ગામોટે સીડી બનાવી માનવજ્યોતને અર્પણ કરતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરે આભાર વ્યક્ત કર્યો હતો.