ભુજની વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓનાં સગાઓને ભોજન પહોંચાડાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા છેલ્લા ૩ મહિનાથી ભુજની જુદી-જુદી હોસ્પીટલોમાં દર્દીઓની સારવાર અર્થે આવેલા તેમનાં સગા-સબંધીઓ-સ્નેહીઓને તેમની જરૂરિયાત મુજબ દરરોજ બપોરે-સાંજ બે ટાઇમ હોસ્પીટલોમાં જ્યાં દર્દીની સારવાર ચાલી રહી હોય તે હોસ્પીટલ સુધી ટીફીન દ્વારા ભોજન પહોંચાડાય છે. અત્યાર સુધી ૩૨૦૦ જેટલા દર્દીઓનાં સગા-સબંધીઓને નિઃશુલ્ક ભોજન ટીફીનો-ફુડપેકેટો દ્વારા પહોંચતા કરાયા છે.

સંસ્થાનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, વેસુભા સોઢા, ઇરફાન લાખા, નીરવ મોતા આ કાર્યમાં સેવા આપી રહ્યા છે.