કોઠારામાંથી મળેલ માનસિક દિવ્યાંગ ૨૫ વર્ષે ઘરે પહોંચ્યો પુત્રે પ્રથમ વખત પિતાને જાયા. પિતાની ગેરહાજરીમાં પુત્રી-પુત્રનાં લગ્ન પણ થઇ ગયા

અબડાસા તાલુકાનાં કોઠારા ગામનાં હાઇવે માર્ગ ઉપર છેલ્લા દોઢ વર્ષથી રખડતો ભટકતો જાવા મળતો ઉત્તરપ્રદેશનાં બનારસનો ૬૦ વર્ષિય વિજય ચુનીલાલલ યાદવ આખરે ૨૫ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચતા પરિવારજનોમાં ખુશી છવાઇ છે. જ્લિાલ કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ દોઢ મહિનાં પહેલાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેને કોઠારા થી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવ્યો હતો. માનસિક આરોગ્ય ભુજની હોસ્પીટલનાં મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણીની સારવારથી તે જલ્દી સ્વસ્થ બન્યો.

તેની પાસેથી મળેલી માહિતિનાં આધારેસંસ્થાનાં મેનેજર શ્રી ગુલાબભાઇ મોતાએ ભદોઇ બનારસ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢ્યું હતું. પરિવારજનોએ અઢી દાયકાથી ગુમ પરિવારની મુખ્ય આધાર વ્યÂક્ત જીવીત હોવાનાં સમાચાર જાણી નાચી-ઝુમી ઉઠયા હતા. અને આશ્રમ સ્થળે પોતાનાં પરિવારજનની વીડીયો કોલ કરી ખાત્રી મેળવી હતી.

વિજય યાદવે જયારે ઘર છોડ્યું ત્યારે પુત્રી ૬ વર્ષની હતી. જયારે પુત્ર સંજય એક વર્ષનો હતો. પુત્રને ખબર નહતી કે મારો પિતા કોણ છે. પત્નીએ પણ પતિ ઘરે આવશે તેવી આશાઓ છોડી દીધી હતી. તેનાં ઘરે વિજયની તસ્વીર (ફોટા) ઉપર હાર પહેરાવી તેને સ્વર્ગસ્થ માની લેવામાં આવ્યો હતો. મૃત્યુ પછીની શા†ોક્ત વિધિઓ પણ પૂરી કરી દેવાઇ હતી. વિજ્યની પુત્રી અને પુત્રનાં લગ્ન પણ તેની ગેરહાજરીમાં થઇ ચૂકયા હતા.

બરોબર અઢી દાયકા પછી વિજય યાદવ મળ્યાનાં સમાચાર આખા ગામમાં પહોંચતા તેનાં ઘરે તેને જાવા લોકોની ભીડ જામી હતી. ૨૬ વર્ષનો થયેલો પુત્ર તેનાં પિતાને જાવા આતુર હતો. તો પત્ની સરસ્વતી પોતાનો પતિ ઘરે આવી રહ્યો હોવાનાં સમાચાર જાણી અત્યંત હર્ષ ઘેલી બની હતી. માતા-પુત્રે માનવજ્યોત સંસ્થા ભુજને ફોન કરી તુરત જાણ કરી હતી કે, એને મૂકજા નહીં અથવા તો ભાગી ન જાય. અમે તુરત ભુજ પહોંચીએ છીએ. અને વિજય યાદવ ને તેડવા તેનો પુત્ર સંજય યાદવ તથા જમાઇ વિનય યાદવ ભુજ આવી માનવજ્યોત સંસ્થાનો સંપર્ક કરી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચી જઇ વિજય યાદવને ઉંચકી બાહોમાં લઇ ગલે લગાડતાં દરેકની આંખો અશ્રુભીની બની હતી. ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

આખરે અઢી દાયકા પછી વિજય યાદવનું પરિવારજનો સાથે ફેર મિલન થયું છે. સ્વસ્થ બનીને ઘરે જઇ રહેલા વિજય યાદવે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારાની સેવાઓને બિરદાવી હતી. અગાઉ તે ૨૪ વર્ષ સુધી અન્ય રાજ્યોનાં શહેરો ગામડાઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે તેનું ઘર અને પરિવારજનો શોધવામાં માનવજ્યોત સંસ્થા ભુજને મોટી સફળતા મળી હતી.

છેલ્લા ૧૬ વર્ષમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા ૮૬૦ માનસિક દિવ્યાંગોને સારવાર અપાવી સ્વસ્થ બનાવી ઘર સુધી પહોંચતા કરાયા છે.

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી અઢી વર્ષનાં ગાળામાં ૨૮૦ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની પોતાનાં રાજ્ય-શહેર ગામ અને ઘર સુધી પહોંચ્યા છે. પરિવારજનો સાથે ફેર મિલન થયું છે.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, ગુલાબ મોતા, મહેશ ઠક્કર, વાલજી કોલી, દિપેશ શાહ, આનંદ રાયસોની સહભાગી બન્યા હતા. માનવજ્યોતમાં સામાજીક કાર્યકરની ટ્રેનીંગ મેળવી રહેલા હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં છાત્રો ભીલ જીગર, ચોધરી રમેશ, તથા ચોધરી કરશને કાઉન્સલીંગ કરી માહિતી મેળવી હતી.