સંસ્થા દ્વારા ૧૦ હજાર ફુડસ પેકેટો તૈયાર રખાયા

“વાયુ’’ વાવાઝોડાની કચ્છ ઉપર ત્રાટકવાની સામે પૂર્વ તૈયારીરૂપે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સૂકા-નાસ્તાનાં ૧૦ હજાર પેકેટો તૈયાર રાખવામાં આવેલ છે.જ્યાં જરૂરત ઉભી થશે ત્યાં આ પેકેટો વિતરણ કરવામાં આવશે.

માનવજ્યોતની ટીમ દ્વારા આફત અને સંકટ સમયે લોકોની વચ્ચે લોકોની સાથે રહી માનવસેવાનું કાર્ય કરવા કાર્યકરોની ટીમને તૈયાર રાખવામાં આવેલ.તેવું સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર તથા મંત્રી સુરેશભાઇ માહેશ્વરીએ જણાવ્યું હતું.ફુડ પેકેટ બનાવવા સંસ્થાના સર્વે કાર્યકરોએ સાથે મળી જહેમત ઉઠાવી હતી.