<p>એચ.ડી.એફ.સી. બેંક અને માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ એકમ ભવન ભુજ મધ્યે યોજાયો હતો.</p>
<p>પ્રારંભે સંદીપ પટેલ, માનવ મિત્ર વલ્લભજીભાઇ ડી. શાહ, પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકયો હતો. પાર્થ છત્રાળા, સ્નેહ હાથી, વિવેક વૈશ્નવએ એચ.ડી.એફ.સી. બેંકની લોકો વચ્ચે રહી થતી સેવાકીય પ્રવૃત્તિઓની સમજ પૂરી પાડી રક્તદાન કેમ્પનું મહત્વ સમજાવ્યું હતું. ૩૦ યુવાનો અને મહિલાઓએ રક્તદાન કર્યું હતું. શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ આયોજીત સમૂહલગ્નોત્સવનાં લગ્નનાં માંડવે જતાં પહેલા વરરાજા ફેનીલ મહેન્દ્ર લોડાયાએ રક્તદાન કરી પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂં પાડ્યું હતું.</p>
<p>કેમ્પમાં ડોનેટ થયેલ ૩૦ બોટલ રક્ત અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પીટલને અર્પણ કરાઇ હતી. અદાણી જનરલ હોસ્પીટલ દ્વારા દર્શન રાવલ, ડો. ભાવના, પ્રદીપ પટેલ, નિકેશ પોકાર, પરેશ ચાવડાએ સેવાઓ આપી હતી.</p>
<p>વ્યવસ્થામાં દિપેશ શાહ, આનંદ રાયસોની, રફીક બાવા, શંભુભાઇ જાશી, નિતીન ઠક્કર, પ્રવિણ ભદ્રાએ સહકાર આપ્યો હતો.</p>

