માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા શ્રી મયુરભાઇનાં જન્મદિન નિમિત્તે દાતા શ્રી હરસુખભાઇ ગોવિંદજી ઠક્કર તરફથી ૮
દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ હતી. જેથી તેઓ માર્ગ ઉપર હરતા ફરતા થયા હતા. આ પ્રસંગે માનવજ્યોત કાર્યાલયે દાતાશ્રી પરિવારનાં મયુરભાઇ ઠક્કર, નીતાબેન ઠક્કર, ગીતાબેન ઠક્કર, લતાબેન ઠક્કરે ઉપસ્થિત રહી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. માનવજ્યોતનાં સુરેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, નીતીન ઠક્કર, ભુપેન્દ્ર બાબરીયા, રફીક બાવા,
મુરજીભાઇ ઠક્કરે દિવ્યાંગોને ટ્રાયસિકલનો સદ્ઉપયોગ કરવા જણાવ્યું હતું. દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. ડો. પ્રતિક્ષાબેન પવાર, ઇલાબેન વૈષ્ણવ, આરતીબેન જોષીએ દિવ્યાંગો માટે સંસ્થા દ્વારા થઇ રહેલા કાર્યને બિરદાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દીપેશ શાહે જયારે આભાર દર્શન શંભુભાઇ જોષીએ કરેલ.

