નારાણપર ગામે ૫૦૦ ચકલીઘર લટકાવાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એક સદ્ગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી નારાણપર ગામે રાધા-કૃષ્ણ મંદિર ચોકમાં, કુંડા- ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.

રાજકોટ જીલ્લાનાં ઉપલેટા તાલુકાના ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળનાં પ.પૂ. નારાયણસ્વરૂપ સ્વામિ તથા પૂ. ધર્મસ્વરૂપસ્વામિની ઉપસ્થિતિમાં તેમજ ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, કરશનભાઇ ભુડિયા, ભીમજીભાઇ સોજીત્રા, કાન્તીલાલ ભુડિયા, વાલજીભાઇ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં જીવદયાનો અનેરો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં જીવદયાપ્રેમીઓ જોડાયા હતા. ચકલીઘર લેવા જીવદયાપ્રેમીઓ ઉમટ્યા હતા.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ ચકલીઘરોનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, નાનકડા ચકલી જેવા પક્ષીની રહેવાની વ્યવસ્થા આ ચકલીઘર પૂરૂં પાડે છે. જેથી માટીનાં ચકલીઘર ઘર-ઘર વસાવા જોઇએ. જેથી ચકલીઓને પણ રહેવા ઘર મળી રહે. આ અવસરે ચકલીઘર-કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. વ્યવસ્થા સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, ગોવિંદભાઇ પાટીદારે સંભાળી હતી.