Activities, News/Events
નલીયામાં રખડતા-ભટકતા પરપ્રાંતિય ૩ માનસિક દિવ્યાંગોને ભુજ લવાયા
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અબડાસા તાલુકાનાં મુખ્ય મથક નલીયા શહેરમાં રખડતા-ભટકતા ત્રણ માનસિક દિવ્યાંગોને સંસ્થાના વાહન દ્વારા ભુજ લઇ આવવામાં આવેલ.
બિહાર, યુ.પી. અને મધ્યપ્રદેશનાં આ ત્રણે યુવાનોને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે રાખી તેઓની માનસિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. તેઓ સ્વસ્થ બને તેઓને ઘર સુધી પહોંચતા કરાશે.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રાજુ જોગી, વિક્રમરાઠોડ તથા નલીયાનાં નીલેશ મકવાણા અને નુરમામદ નોતિયારે સહકાર આપ્યો હતો.

