કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા, જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પવનકુમાર મકરાણીનાં માર્ગદર્શન હેઠળ કોરોનાની ત્રીજી લહેર સામે ભુજમાં માનવજ્યોત સંસ્થાનાં સહકારથી હરતા-ફરતા વાહન દ્વારા ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં ૨૫૦૦ લોકોને અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમ ઉકાળો પીવડાવામાં આવેલ.
જયુબિલી ગ્રાઉન્ડ, ટાઉન હોલ, હમીરસર કાંઠો, નવું-જુનું એસ.ટી.બસ સ્ટેશન વિસ્તાર, કલેકટર ઓફિસ વિસ્તાર, જનરલ હોસ્પીટલ, આર.ટી.ઓ. વિસ્તાર, મંગલમ ચાર રસ્તા તથા અન્ય વિસ્તારોમાં જઇ લોકોને લાઉડ સ્પીકરથી સમજપૂરી પાડી તૈયાર ઉકાળો પીવડાવવામાં આવેલ.
વિતરણ વ્યવસ્થા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, ઇરફાન લાખા, અમૃત ડાભી, આરતીબેન હર્ષે સંભાળી હતી.

