Monthly Archives: October 2023

મધ્યપ્રદેશનો યુવાન ૧૦ વર્ષ પછી ઘરે પહોંચ્યો પત્નીએ બીજા લગ્ન કરી લીધા પોલીસ અને પત્રકાર મદદરૂપ બન્યા

મધ્યપ્રદેશના ધાર વિસ્તારનાં રાયગઢ તાલુકાનાં તિરલા ગામનો યુવાન અમરસિંઘ ઉ.વ. ૩૦ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે સતત રખડતો ભટકતો રહ્યો હતો. આખરે તે સૌરાષ્ટ્રનાં મહુવા શહેરના પોપટભાઇ ફાઉન્ડેશન સંસ્થામાં પહોંચ્યો હતો. સંસ્થાએ તેની ખૂબ જ સારી સેવાઓ કરી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજયોત […]

ઉત્તરપ્રદેશનો સુનીલ બે વર્ષ પછી ઘરે પહોંચ્યો તેને તેડવા પરિવાર ફોર વ્હીલરથી ભુજ પહોંચ્યો

ઉત્તરપ્રદેશના રાયપુર સંભલ વિસ્તારનો ૨૮ વર્ષિય સુનીલ છત્રપાલ ઘરેથી નીકળ્યા પછી બે વર્ષ સુધી રખડતો- ભટકતો રહ્યો હતો. પરિવારજનોએ તેને શોધવા પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા પણ તેનો અતો-પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. અને તેની સતત ચિંતા સેવી હતી. આખરે તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંથી તેને […]

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિવિધાનો મંત્રોચ્ચાર, પિતૃઓને પાણી, આરતી વિગેરે સાથે ઉજવણી કરવામાં આવી હતી. દ૨૨ોજ વિવિધ મંડળો આ કાર્યમાં જોડાયા હતા. નારાયણ સરોવરનાં પ્રખ્યાત દિપક મારાજે શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી. હાલાઇનગર મહિલા મંડળ-માધાપર, રોટરી કલબ ભુજ ફલેમિંગો-ભુજ, સુર આરાધના મ્યુઝિકલ કલબ-ભુજ, મિલે સૂર હમારા વુમન્સ કરાઓકે ગ્રુપ-ભુજ, […]

માતા-દીકરીનું ૨૦ વર્ષ પછી થયું મિલન હૈયાફાટ રૂદન સાથે ભાવુક દ્રશ્યો સર્જાયા માતાએ ચર્ચમાં કરેલી પ્રાર્થના ફળી મધ્યપ્રદેશ પોલીસ ભુજ આવી પહોંચી

મધ્યપ્રદેશનાં છીંદવાડા વિસ્તારની માપવી ઉર્ફે મીના ઉ.વ. ૨૦ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોપ ચલાવી હતી. તે ભારતનાં જુદા-જુદા રાજ્યોમાં રખડતી-ભટકતી રહી હતી, અને અનેકવિધ મુશ્કેલીઓ વેઠી હતી. આખરે તે બાયડના જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટનાં આશ્રમે પહોંચી હતી. ટ્રસ્ટનાં સંચાલકો અશોક જૈન, વિશાલ પટેલ, વિજય પટેલ અને સર્વે સ્ટાફે તેની ખૂબ […]

સંસ્થાને ૨૧ હજારનું અનુદાન અપાયું

શ્રીમતિ ચંદ્રીકાબેન કાન્તીલાલ ગોરજીની પુણ્યતિથિ નિમિત્તે કાન્તીલાલભાઇ ટી. ગોરજી પરિવાર દ્વારા પ્રદિપભાઇ ગોરજી તથા નરેન્દ્રભાઇ ગોરજી દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને રૂા. ૨૧ હજારનું અનુદાન અપાયું હતું. સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.

માનવજ્યોત દ્વારા શ્રાદ્ધની થઇ રહેલી ઉજવણી

માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે માનસિક દિવ્યાંગોની વચ્ચે રહીને શ્રાદ્ધની ઉજવણી કરવામાં આવેલ. ભુજ શહેર જી.આઇ.ડી.સી. હંગામી આવાસનાં શ્રી કરશનભાઇ ભાનુશાલી તથા વિજ્યાબા જાડેજાની આગેવાની હેઠળ આશાપુરા નવરાત્રી મંડળ, ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશી મહિલા મંડળનાં બહેનોએ માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી, કંચનબેન ગોરની આગેવાની હેઠળ તેમજ સની ગ્રુપ-સહયોગનગરનાં […]

રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધ ઉજવણીમાં મહિલા મંડળો જોડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પિતૃનાં મોક્ષ અર્થ શ્રાદ્ધની શાસ્ત્રોક્તવિધિ વિધાન સાથે ઉજવણી થઇ રહેલ છે. દરરોજ વિવિધ મહિલા મંડળો તથા દાતાશ્રી પરિવારો અને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવનાર લાભાર્થી પરિવારો પાલારા આશ્રમ સ્થળે પહોંચી શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિમાં જોડાય છે. અને પિતૃને પાણી અર્પણ કરે છે. વર્ધમાનનગરનાં શ્રી મહાકાળી મહિલા મંડળનાં […]

ભાઇ-ભાઇ અને પિતા-પુત્રનું ૭ વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા

મધ્યપ્રદેશનાં મેહગાંવ ભીડનો ૨૮ વર્ષિય યુવાન ઇન્દરખટીક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. આખરે ૪ મહિનાં પહેલાં તે રખડતો ભટકતો મહુવાનાં પોપટભાઇ ફાઉન્ડેશન આશ્રમ મધ્યે પહોંચ્યો હતો. જ્યાં સંસ્થાનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સરભરા કરી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા મહુવા આશ્રમની મુલાકાતે ગયેલા […]