મકરસક્રાંતિ પર્વે બપોરે ઉધિયું વધી પડયા હોવાનાં માનવજ્યોત સંસ્થાને ૨૪ ફોન આવ્યા હતા. સંસ્થાએ વાહનો દ્વારા આ ઉધિયું એકઠું કર્યું હતું. અને ભુજની ચારે દિશામાં ઝુંપડા-ભુંગાઓમાં રહેતા ગરીબ લોકોને વિતરણ કરતાં અનેક ગરીબ પરિવારોએ ઉધિયાનો સ્વાદ માણ્યો હતો. અને મકરસક્રાંતિ પર્વ મનાવ્યો હતો. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, નરેશ તાજપરીયા, સલીમ લોટા, ઇરફાન લાખાએ […]
Monthly Archives: January 2021
લેવા પટેલ હોસ્પીટલ સામે આવેલ ઝુંપડામાંથી એક અજાણ્યા વ્યક્તિની ચાર-છ દિવસ પહેલા મૃત્યુ પામેલા પુરૂષની લાશ જોવા મળતા મકરસંક્રાંતિની ઢળતી સંધ્યાએ કોઈક જાગૃત નાગરિકોએ પોલીસ તથા માનવજ્યોત સંસ્થાને જાણ કરી હતી. ડી.વાય.એસ.પી. શ્રી જે.એન. પંચાલ, બી. ડિવિઝન પી.આઈ. એસ.બી. વસવા ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. બંધ ઝુંપડામાંથી આ લાશ મળી હતી. દુર્ગધ […]
બિહારનાં પટણા વિસ્તારના ૧૯ વર્ષિય યુવાન સોનુને કોઈક ઠેકેદાર સારી નોકરી અપાવવાના બહાને બિહારથી ટ્રેન મારફતે લઈ આવતા હતા. વડોદરા પાસે આ યુવાન ટ્રેનમાંથી પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી જોઈ ઠેકેદારે તેનો સાથ છોડી દીધો હતો. માથામાં ગંભીર ઈજાઓ અને લોહીથી આ યુવાન ખૂબ જ સંકટમાં આવી ગયેલ. તેને લોહી લુહાણ હાલતમાં જોઈ […]
સૂરજપર-કચ્છનાં શ્રી નવીનભાઈ દેવજી મેપાણીએ પોતાનાં જન્મદિવસે, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડયું હતું. આશ્રમસ્થળે કેક કાપી જન્મદિન કેક માનસિક દિવ્યાંગોને ખવડાવી હતી. માનસિક દિવ્યાંગો વચ્ચે રહી જન્મદિન ઉજવી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હતું. આ પ્રસંગે વાલાબાઈ હરજી વેકરીયા તથા હરજી પ્રેમજી વેકરીયા સૂરજપરવાલાએ માનવજ્યોત સંસ્થા ભુજ […]
ર૬મી જાન્યુઆરી ગણતંત્ર દિન જયારે નજીક આવી રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છના સહકારથી “મિલેસૂર હમારા વુમન્સ કરાઓકે સિંગિગ સ્ટાર ભુજ,, દ્વારા સરકારી ગાઈડલાઈન અનુસાર સરકારી પરમીશન મેળવીને “દેશભક્તિ રાષ્ટ્ર ભક્તિ,, કાર્યક્રમ એકમ-ભવન ભુજ મધ્યે યોજાયો હતો. પ્રારંભે પૂજાબેન અયાચી, સુધાબેન બુદ્ધભટ્ટી, પ્રબોધ મુનવર, અરવિંદસિંહ ઝાલા, અંજુબેન શાહ, જયાબેન મુનવર, કલ્પનાબેન […]
મકરસક્રાંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા શ્રી સુરેશભાઈ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ શ્રી રામદેવ સેવાશ્રમના માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસવામાં આવશે. એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવશે. ઝુંપડાઓમાં જઈ ગરીબોને ભોજન અપાશે. રંક બાળકોને તથા બાળશ્રમયોગીઓને ભોજન જમાડાશે. જરૂરતમંદોને કપડા તથા ધાબડા વિતરણ કરાશે. […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા છેલ્લા ૪ દિવસમાં ૪૦૦ જરૂરતમંદ લોકોને ગરમ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ આપવામાં આવ્યું છે. ૧૨૦ પરિવારોને અડધો-અડધો કિલો ખજૂર પણ આપવામાં આવી છે. શિયાળામાં શરીરને કંપાવી નાખતી ઠંડીમાં ઝુંપડાઓ-ભૂંગાઓ અને કાચા મકાનોમાં રહેતા જરૂરતમંદ લોકોની વહારે ભુજની માનવજ્યોત સંસ્થા આવી છે. છેલ્લા અઠવાડિયાથી ઠંડીએ અતિ […]
- 1
- 2







