Monthly Archives: April 2020

દરરોજ ૨૩૦૦ જરૂરતમંદોને ઘેર બેઠા ભોજન પહોંચાડે છે માનવજ્યોત

ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદોને તૈયાર અને તાજું ભોજન માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેમનાં ઘર સુધી જઇ પીરસવામાં આવે છે. આ કાર્યને આગળ ધપાવવા જુદા-જુદા ગામો, સંસ્થાઓ, લોકો માનવજ્યોતને મદદરૂપ બની રહ્યા છે. એક ગામ કે એક વિસ્તારમાંથી તૈયાર ભોજન બનાવી આપવાનું પૂરૂં થાય ત્યાં બીજા ગામ કે અન્ય વિસ્તારોમાંથી લોકો આગળ આવે છે. અને […]

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ દ્વારા ૩૧ જરૂરતમંદ મહિલાઓને રાશનકીટ અપાઇ

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ દ્વારા પ્રિન્સપલ ડિસ્ટ્રીકટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ શ્રી આઇ.ડી.પટેલ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન.પટેલનાં માર્ગદર્શન હેઠળ ૩૧ જરૂરતમંદ મહિલાઓને રાશનકીટ અર્પણ કરાઇ હતી. વ્યવસ્થા પેરાલીગલ વોલીન્ટીયેર પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા રફીક બાવાએ સંભાળી હતી.

કચ્છમાં લોકડાઉનમાં પણ લોક ઉપયોગી પ્રવૃત્તિ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ભુજમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઇ છે. માનવજ્યોતની પૂરી ટીમ તથા ૭ વાહનો લોકડાઉનમાં પણ લોકોને મદદરૂપ બની રહ્યા છે. • એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વડીલ વૃદ્ધોને દરરોજ ટીફીન દ્વારા તેમના ઘર સુધી ભોજન પહોંચાડવામાં આવી રહેલ છે. • ભુજની જુદી-જુદી હોસ્પીટલોમાં દાખલ દર્દીઓ તથા તેમની સાથેના તેમના સગા-સંબંધીઓને […]

દરરોજ બે હજાર જરૂરતમંદ લોકોને તેમનાં ઝુંપડા સુધી પહોંચે છે ફુડ પેકેટસ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદ બે હજાર લોકોને તેમના ભૂંગા-ઝુંપડાઓ સુધી જઇ ફુડ પેકેટસ પહોંચાડવામાં આવે છે. માનવજ્યોત સંસ્થાનાં ૪ વાહનો તથા કાર્યકરો ભુજ શહેરની ચારે દિશાઓમાં બપોરે બાર વાગ્યાથી ફુડ પેકેટોનું વિતરણ કરે છે. કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર, વાગડ બે ચોવીસી યુવક મંડળ ભુજ, ભાનુશાલી મહાજન ભુજ, મીરઝાપરનાં એક દાતાશ્રી, […]

જરૂરતમંદ લોકોને રાશનકીટ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મસ્કત-ઓમાન સ્થિત દાતાશ્રી રામજીભાઇ કાનજી હીરાણી, દેવશીંભાઇ પરબત હીરાણી તથા જાદવજીભાઇ ગોવિંદ વરસાણી ભારાસર દ્વારા તૈયાર મળેલ ૫૦૦ કીટોનું ઝુંપડા-ભૂંગાઓમાં રહેતા ગરીબ પરિવારોનાં ઘર સુધી જઇ વિતરણ કરવામાં આવેલ. સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ૫૦ રાશન કીટ, ભાવનાબેન ધનજીભાઇ વરસાણી માધાપર દ્વારા ૧૦૦ રાશનકીટ, લાલજી મેઘજી વેકરીયા બળદીયા દ્વારા ૨૫૦ કીટ, […]

૧ દિવસમાં ૧૮૮૫ લોકોને ફુડ પેકેટ પહોંચાડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓ દ્વારા મળેલા ફુડ પેકેટસ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા સુધી પહોંચાડાયા હતા. નાગોર ગામવાસીઓ દ્વારા બે હજાર રોટલી, સરસપુર ગામવાસીઓ દ્વારા એક હજાર રોટલી, ઓમદાન ગઢવી તથા ગંગાબાઇ ભાનુશાલી ગણેશનગર દ્વારા ૨૦૦ જણાના ખારા ભાત, ડો. મુકેશભાઇ ચંદે દ્વારા ૨૦૦ ફુડ પેકેટ, જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજ […]

૧૧ દિવ્યાંગ, બ્લાઇન્ડ પરિવારોનાં ઘરે જઇ રાશનકીટ અપાઇ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ૧૧ બ્લાઇન્ડ અને દિવ્યાંગ પરિવારોને સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન. પટેલ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.પી. રોહડિયા, સમાજ સુરક્ષાનાં ચિફ ઓફિસર એન.એસ. ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ રાશન કીટ તેમનાં ઘેર જઇ અર્પણ કરવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ સંભાળી હતી.

ભુજમાં ૧૫૦ પરિવારોને રાશનકીટ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મસ્કત-ઓમાન સ્થત ભારાસરનાં દાતાશ્રી જાદવજીભાઇ ગોવિંદ વરસાણી, દેવશીંભાઇ પરબત હીરાણીનાં સહયોગથી ભુજનાં મુન્દ્રા રોડ વિમાન સર્કલ, પટેલ હોસ્પીટલ સામે અને જયુબિલી ગ્રાઉન્ડ  સુધીનાં ૧૫૦ ભૂંગા-ઝુંપડાઓમાં જઇ રાશનકીટનું વિતરણ કરવામાં આવેલ. સાત દિવસ ચાલે તેવી રાશનકીટમાં ૧૦ વસ્તુઓ આપવામાં આવતાં ગરીબ પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રાજુ […]

૧૩૦૦ જણાની તૈયાર રસોઇ જરૂરતમંદ સુધી પહોંચી આભાર

માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દરરોજ ૧૩૦૦ જણાની તૈયાર રસોઇ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા ભુંગાઓ સુધી પહોંચાડવામાં આવે છે. દાનાભાઇ રામા આહિર-ગુણાવતીપુર- ભચાઉ-૩૦૦, પુજા જયભાઇ સંઘવી-૭૫, કીર્તીકુમાર ચંદુલાલ મોરબીયાનાં સ્મણાર્થે મોરબીયા મગનલાલ જીવરાજ પરિવાર દ્વારા-૧૨૫, ભુજ મર્કેન્ટાઇલ બેંક મહેન્દ્રભાઇ મોરબીયા -૭૧૧, કોટક નગર સોસાયટી માધાપર-૩૦૦, ડાયમંડ મહિલા મંડળ ભુજ દ્વારા ૩૦૦, યદુનંદન […]

એક હજાર કિલો તાજા શાકભાજી વિતરણ કરાયા

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા શહેરનાં સરપટ ગેટ પાસે આવેલા સથવારા કોલોનીનાં ૪૩૦ લોકોને તાજી શાકભાજી ટમેટા,દૂધી,કાકડીનું વિતરણ કરવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા પેરાલીગ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ સંભાળી હતી.