Monthly Archives: October 2019

બાયઠમાંથી મળેલા યુવાનનું ૧ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

માંડવી તાલુકાનાં બાયઠ ગામમાંથી એક માનસિક દિવ્યાંગ યુવાન મળી આવતાં જાગૃત લોકોએ તેને ગઢશીશા પોલીસ સ્ટેશને પહોંચાડ્યો હતો. ગઢશીશા પોલીસે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે પહોંચાડ્યો હતો. મળી આવેલ યુવાને પોતાનું નામ મોહમદ સીધીક બલાઉદીન ઉ.વ. ૪૫ બિહારનાં સહરસા જિલ્લાનાં બરિયાહી ગામનો વતની હોવાનું જણાવતા ત્યાં રહેતા પરિવારજનોને જાણ કરતાં […]

યુવાન માતા, બાળકી સાથે મળી આવતાં આશ્રય સ્થાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજને ગાંધીધામ થી કોઇક અજાણી વ્યÂક્તનો ફોન આવેલો કે, ગાંધીધામનાં બાયપાસ એક રોડના પુલીયા ઉપર એક યુવાન મહિલા તેની બાળકી સાથે છેલ્લા સાત દિવસથી બેઠેલી છે. વાસનાં ભૂખ્યાઓનો ભોગ બની રહી છે. ગાંધીધામથી ત્યાર બાદ એજ અજાણી વ્યÂક્તએ કહેલ કે, નાની બાળકીને એક બહેન દત્તક લેવા માગે છે અને મહિલાને તમારી પાસે ભુજ […]

આઠમનાં વધી પડેલ મહાપ્રસાદમાંથી ૩ હજાર ગરીબો ભરપેટ જમ્યા

આસો સુદ આઠમ નવરાત્રિ નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક મંદિરોમાં ધાર્મિક-કાર્યક્રમો બાદ મહાપ્રસાદ યોજાયો હતો. માનવજ્યોત સંસ્થા ભુજને વધી પડેલો મહાપ્રસાદ લઇ જવા ૨૩ મંદિરો-સમાજવાડીઓમાંથી ફોન આવ્યા હતા. સંસ્થાએ વધી પડેલો પ્રસાદ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતા ૩ હજાર જેટલા ગરીબોએ પણ માતાજીનો મહાપ્રસાદ લીધો હતો અને ખુશી અનુભવી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, […]

છેલ્લા શ્રાદ્ધે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા ૧૭ પરિવારો આશ્રમ સુધી પહોંચ્યા

ભાદરવાવીદ અમાસનાં દિવસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વર્ગસ્થ સ્વજનોનાં શ્રાદ્ધ નિમિત્તે સ્વહસ્તે ભોજન કરાવવા ૧૭ પરિવારો આશ્રમ સુધી પહોંચ્યા હતા. પ્રારંભે જમનાદાસભાઇ માંડલે ધુન બોલાવી હતી. પોતાનાં સ્વર્ગસ્થની યાદમાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફરસાણ સાથેનું ભોજન જમાડીએ પુણ્યાત્માઓનાં આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. અને ધન્યતા અનુભવી હતી. અમાસનાં દિવસે […]

પદયાત્રિકો માટેનાં કેમ્પોનું વધી પડેલું રાશન મિષ્ટાન-ફરસાણ માનસિક દિવ્યાંગો માટે અપાયા

માતાનામઢ જતા પદયાત્રિકો માટે દરેક વ્યવસ્થાઓ સાથેનાં કેમ્પોએ પદયાત્રિકોની સુંદર સેવાઓ કરી હતી. વર્ધમાનનગર પાસેનાં થરપારકર લોહાણા યુવક મંડળ ગાંધીધામ તથા રવાપર પાસેનાં મા આશાપુરા મિત્ર મંડળ નવીનાળ કેમ્પનાં સંચાલકોએ વધી પડેલો મિષ્ટાન, ફરસાણ, રાશન, મસાલા, તેલ, લોટ તથા અન્ય સામગ્રી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં રોજિંદા ભોજન માટે […]