નારાણપરમાં ૩૦૦ ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયા તથા ગીતાબેન દલાલનાં સહયોગથી નારાણપર ગામે ૩૦૦ અને મીરઝાપર ગામે ૨૦૦ મળી માટીનાં ૫૦૦ ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.

નાનબાઇ રામજી ભુડિયા, શામબાઇ પ્રેમજી વાઘજીયાણી, માનબાઇ નારાણ પિંડોરીયાનાં વરદ્ હસ્તે ચકલીઘર વિતરણ કરાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ચકલીઓને રહેવા ઘર મળે તો ચકલી કચ્છમાં આવવા તૈયાર છે. આ માટીનું ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂકયું છે. માનવજ્યોતે કચ્છભરમાં ૧૫ હજાર ચકલીઘરો અને વીસ હજાર પાણીનાં કુંડા ઠેર-ઠેર લટકાવ્યા છે. તરસ્યા પક્ષીઓ આ કુંડા ઉપર આવી પાણી પીને પોતાની પ્યાસ બુઝાવે છે. આ જીવદયાનું અતિ ઉત્તમકાર્ય છે. મીરઝાપર અને નારાણપરમાં લોકોએ સામેથી આવીને ચકલીઘર લઇ જઇ પોતાનાં ઘરોમાં ચકલીઓ માટે પણ ચકલીઘર લટકાવી રહેવાની વ્યવસ્થા કરી આપી છે.

માનવજ્યોતનાં સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, નારાણપર રાધાકૃષ્ણ મંદિરનાં પૂજારી મહેન્દ્ર સેવકે વ્યવસ્થા સંભાળી હતી.