કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આયુર્વેદીક અને હોમિયોપેથીક નિઃશુલ્ક નિદાન કેમ્પ હંગામી આવાસ ભુજ મધ્યેયોજાયો હતો.જેનો ૧૬૮ દર્દીઓએ લાભ લીધો હતો.
જીલ્લા આયુર્વેદીક અધિકારી શ્રી પવનકુમાર મકરાણીએ આ નિદાન કેમ્પને દીપપ્રાગટ્ય કરી ખુલ્લુ મુકયું હતું. આ પ્રસંગે માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોશી, આનંદ રાયસોની, કરશનભાઈ ભાનુશાલી, જેરામસુતાર, નીતીન ઠક્કર, મુરજીભાઇ ઠક્કર, ભુપેન્દ્ર બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા.
ડો. જીજ્ઞેશભાઈ ઠક્કર, ડો. પરેશભાઈ સચદે, ડો.પ્રતિક્ષાબેન પવાર તથા જયસુખભાઈ ગણાત્રાએ પોતાની સેવાઓ આપી હતી. દર્દીઓનાં દર્દનું નિદાન કરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ. દરેકને રોગપ્રતિકાર ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવેલ.
વ્યવસ્થામાં કરશનભાઈ ભાનુશાલી, પિયુષ ઠક્કર, નિલેશ મકવાણા, ધીરેન સુથાર, રાજુભાઈ દરજી, વસંતબેન જોગી, મીનાક્ષીબેન બ્રહ્મક્ષત્રિય, ઇલાબેન વૈશ્નવ, આરતીબેન જોષીએ સહકાર આપ્યો હતો.

