શ્રી તારાચંદભાઇ છેડાનો ૦૨મો જન્મદિન ઉજવાયો

રાજ્યનાં પૂર્વ મંત્રી, અનશનવ્રત ધારી અને માનવજ્યોત સંસ્થાના માર્ગદર્શક સ્વ. તારાચંદભાઇ છેડાનાં ૭૨ માં જન્મદિન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન કરાવાયું હતું. અને સ્વર્ગસ્થની સેવાઓને બિરદાવી તેઓને અંજલિ આપવામાં આવી હતી.

સંસ્થાના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, રમેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવ, કરશનભાઇ ભાનુશાલી, મુરજીભાઇ ઠક્કરે અંજલિ આપી હતી.