<p>માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા તથા ભુજ-માધાપર-લેર-ભુજાડી માર્ગોમાં ખુલ્લામાં પડ્યા – પાથર્યા રહેતા ૫૦૦ થી વધુ જરૂરતમંદ લોકોને દાતા શ્રી ભરતભાઇ ગોર, રામબાઇ રામજીભાઇ કેરાઇ-નારાણપર, ભારતીબેન પ્રતિતકુમાર ઠક્કર-ગાંધીધામનાં સહયોગથી ગરમ ધાબડા તથા સ્વેટર વિતરણ કરી ઠંડી સામે રક્ષણ અપાયું હતું. રવિવારે આખો દિવસ સંસ્થાની ટીમે જુદા-જુદા વિસ્તારોમાં રહેતા ગરીબોનાં ઝુંપડે ઝુંપડે જઇ વિતરણ કાર્ય હાથ ધર્યું હતું. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, ચમનલાલ જીવાણી, હિતેશ ગોસ્વામી, વિક્રમ રાઠીએ સંભાળી હતી.</p>

