કુકમા ગામની અંદર વિવિધ દાતાશ્રીઓનાં સહકારથી સેવાયજ્ઞ ચાલી રહ્યું છે. અહીં દરરોજ ૨૦૦ જણાની તાજી-ગરમ તૈયાર રસોઇ બનાવીને માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવે છે. માનવજ્યોત સંસ્થા આ રસોઇથી ભુજ વિસ્તારમાં કોરોના સંકટમાં ભૂખ્યાઓને ભોજન કરાવી રહી છે. આ તૈયાર રસોઇથી અનેકોનાં જઠારાગ્ન ઠરે છે. કુકમા ગામવાસીઓ એક પછી આ સેવાયજ્ઞમાં જાડાઇ સેવાકાર્યને આગળ ધપાવી રહ્યા છે. શ્રી પ્રબોધ મુનવરે આભારની લાગણી વ્યક્ત કરી હતી.